કહેવતો, જાણવા જેવુ અને જોડકણા

કહેવતો, જાણવા જેવુ અને જોડકણા


કહેવતો
:~> મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે - સાચી વસ્તુને જાહેરાતની જરૂર નથી હોતી. 
:~> મોર વગડામાં નાચ્યો કોણે જાણ્યો ! - સાચી સાબિતીનો અભાવ. 
:~> ભેંસ આગળ ભાગવત - અણસમજુને ઉપદેશ આપવો નકામો. 
:~> તેજીને ટકોરાને ગધેડાને ડફણાં - બુદ્ધિશાળી સંકેતથી સમજે ને મૂર્ખ માટે માથાકૂટ કરવી પડે છે. 
:~> કીડીને કણ ને હાથીને મણ - જેટલી જેની જરૂરિયાત તે પ્રમાણે મળી રહે છે. 
:~> ભસતાં કૂતરાં ભાગ્યે જ કરડે - લાંબી લાંબી વાતો કરનારથી કંઇ થઇ શકતું નથી. 
:~> કાગડો ઊડે તે જગ દેખે - ખરાબ કાર્યની પ્રસિદ્ધિ જલદી પ્રસરી જાય છે. 
:~> કાગને બેસવું ને ડાળને ભાંગવું - કાર્ય નિયતિ મુજબ થવાનું હોય છતા બહાનારૂપ થવું. 
:~> કીધે કુંભાર ગધેડે ન ચડે - માણસને ઘણું સમજાવવા છતાં યોગ્ય વસ્તુ ન સમજે. 
:~> વાંદરો ઘરડો થાય પણ ઠેકડા મારવાનું ન ભૂલે - માણસની વય બદલે પણ લક્ષણોમાં ખાસ બદલાવ ન આવે. 

:~> નાનું પણ નાગનું બચ્ચું ઉંમર કે કદ નાનું પણ શક્તિ વધું. :~> પટેલની ઘોડી પાદર સુધી મર્યાદિત વિસ્તારમાં જ શક્તિમાન હોવું.
:~> 
ગામનું કૂતરુ પણ વ્હાલું પોતાના ગામની વસ્તુ પ્રત્યે સ્નેહભાવ. 
:~> ઊંટના અઢારેય વાંકાં બધાં જ અપલક્ષણો હોવાં.
:~> 
દુઝણી ગાયની લાત પણ સારી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા. 
:~> ગરજે ગધેડાને બાપ કહેવો પડે ગરજ હોય ત્યારે અયોગ્ય વ્યક્તિને પણ માન આપવું પડે.
:~> 
લાકડી ભાંગે નહિ ને સાપ મરી જાય નુકસાન વગર કામ થઇ જાય. :~> ઘરકી મુર્ગી દાલ કે બરાબર ઘરની વ્યક્તિની કોઇ કદર કરતુ નથી.
:~> 
સિંહનાં ટોળાં ન હોય બહાદુર માણસ એકલો જ હોય છે. 
:~> તમારે કૂકડે સવાર તમે જેમ કહો તેમ.
:~> 
છછુંદરનાં છયે સરખાં એકેયમાં સારો ગુણ ન હોવો. 
:~> પાડાને વાંકે પખાલીને ડામ વાંક કોઇનો ને સજા બીજાને.
:~> 
ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કર્યા કાંઠલા પ્રતિકૂળતાને નિરખવા માટે યુક્તિ કરવી. 
:~> કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં શેઠ કરતાં વાણોતર માથું મારે.
:~> 
કૂતરાંનો સંઘ કાશીએ ન પહોંચે લડાઇ કરનારા કદી સફળતા ન મેળવી શકે. :~> ગંજીનો કૂતરો ખાય નહિ કે ખાવા દે નહિ અદેખો સ્વભાવ.
:~> 
ગાયને દોહીને કૂતરાને પાવું મહેનતથી મેળવેલું વેડફી નાખવું. :~> ઘો મારવાની થાય ત્યારે અવળા વાડે જાય ~વિનાશ થવાનો હોય ત્યારે અવળી બુદ્ધિ સુઝે.
:~> 
ઘરડી ઘોડી ને લાલ લગામ ઘરડે ઘડપણ શોખ હોવા. 
:~> ઘાણીનો બળદ ઠેર ના ઠેર વૈતરુ કરનાર ઊંચે ન આવે.
:~> 
ચકલી નાની ને ફેડકો મોટો ગજા ઉપરાંતની વાત કરવી. 
:~> ધરમની ગાયના દાંત ના જોવાય મફત મેળવેલી વસ્તુઓનો દોષ ન જોવાય.
:~> 
બકરું કાઢતા ઊંટ પેસે નાનું વિધ્ન દૂર કરવા જતાં મોટું વિધ્ન આવી પડે. 
:~> મારવો તો મીર ને હણવો તો હાથી લાભ મેળવવો હોય તો પછી મોટો જ મેળવાય.
:~> 
મેરી બિલ્લી મુજ કો મ્યાઉં જેને આશરો આપ્યો હોય તે જ બેવફાઇ કરે. 
:~> વાંદરો કૂદે ખીલાના જોરે માણસ મોટે ભાગે બીજાની મદદથી જ જોર કરતો હોય છે.
:~> 
ઊંટ મરે ત્યારે મારવાડ સામે જુએ જેનું દિલ જ્યાં લાગેલું હોય તેનું સ્મરણ થાય. 
:~> ઊંટ મેલે આકડો ને બકરી મેલે કાંકરો બધા તમામ વસ્તુ ન ખાય એક વસ્તુ તો છોડે જ.
:~> 
કાગડાનું શ્રાદ્ધ સોળે દહાડા સ્વમાન વગર જીવનારને બધા દિલસો સરખા હોય છે. 
:~> કૂકડીનું મોં ઢેફલેથી રાજી નાના માણસોને થોડેથી સંતોષી શકાય.
 અભિમાન રાજા રાવણનુંય રહ્યું નથી.

અક્કરમીનો પડિયો કાણો. (જેનાં નસીબ વાંકા હોય તેના હાથમાં સાધન પણ એવાં જ આવે છે બિચારાનુ કોઈ કામ થાય જ નહી.)

* અધુરો ઘડો છલકાય ઘણો.

અપના હાથ જગન્નાથ.

અંતે ધર્મો જયપાપો ક્ષય.

અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો.

અન્ન એવો ઓડકાર.

અતિની ગતિ નહીં.

અક્કલ ઉધાર ન મળે.

અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર.

આપત્તિ તો કસોટી છે.

આપ્યું વાણીએ ને ખાધું પ્રાણીએ.

આપ ભલા તો જગ ભલા.

આપશો તેવું પામશો.

આપીને માગે તેની અક્કલ જાય આઘે.

આપવાનાં કાટલાં જુદા ને લેવાનાં જુદા.

આપે તે સુંવાળોને બીજે કાખનો મુંવાળો.

આપ મુવા વગર સ્વર્ગે ન જવાય.

આપ સમાન બળ નહિને મેઘ સમાન જળ નહિ.

આપ મૂઆ પછી ડૂબી ગઈ દુનિયા.

આપ સુખી તો જગ સુખી.

આભાસથીય સરી જવાય છેપડછાયો બની ન આવો,ઝાકળ સમ જીવી લઇશુસવારની ક્ષણો લઇ આવો.

આગ લાગે ત્યારે કુવો ન ખોદાય.

આપ સમાન બળ નહિ.

આણુ કરવા ગયો ને વહુને ભૂલી આવ્યો.

આવડે નહી ઘેઁશ ને રાઁધવા પેસ.

આગળ ઉલાર નહી અને પાછળ ધરાર નહી

ઈશ્વર જે કરે તે સારા કાજે.

ઈશ્વર મોત કાંઇ પોતાને માથે લેતો નથી.

ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી.

ઉકરડાને વધતાં વાર શી?

ઉજળું એટલું દુધ નહિ.

ઉજળે લુગડે ડાઘ બેસે.

ઉઠ પ્હાણા પગ પર.

ઉઠ રે વહુ વિસામો ખા હું કાંતુ ને તું દળવા જા.

ઉતર્યો અમલદાર કોડીનો.

ઉજ્જડ ગામે એરંડો પ્રધાન.

ઉલાળિયું કરવું ( ધંધામાં ખોટ થયાની વાત ફેલાવીને ફરાર થઈ જવુ )

ઇશ્વર જ સર્વ શ્રેષ્ઠ છે.

સાચાને સાચવનાર ઇશ્વર.

ઉકલ્યો કોયડો કોડીનો ઉતાવળે આંબા ન પાકે

કુંડુ કથરોટને ન નડે.

કપાળે કપાળે જુદી મતિ.

કીડીને કણ ને હાથીને મણ.

કરમમાં ન હોય કોઠાં તો શાનાં મળે ઓઠાં.

કડવુ ઓસડ માતા જ પાય. ( કડવી શિખામણ હિતેચ્છુ જ આપે )

કાગા વહાલુ કુંભજળસ્ત્રીને વહાલી વાત,બ્રામ્હણને ભોજન ભલુગદ્દા વહાલી લાતમુંડ મુંડાવે તીન ગુણમિટે સીરકી ખાજખાનેકું લડ્ડુ મિલેલોક કહે મહારાજ.

કુતરાની પુછડી વાકી ને વાકી.

કાગડો દહીંથરુ લઈ ગયો.

કાચળિયું સગપણ સાચું જમણમાં લાડૂ ને સગપણમાં સાટું.

ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તૈલી.

કુતરુ કાઢતા બિલાડુ પેઠુબકરુ કાઢતા ઊંટ પેઠુ.

કેડ માં છોકરુ ને ગામ માં ઢિંઢોરો.

કુવામાં હોય તો હવાડા માં આવે.

કાળો અક્ષર ભેંસ બરાબર.

કરવો હતો કંસાર અને થઇ ગઇ થુલી.

ખાળે ડુચાને દરવાજા ઉઘાડા.

ખેડ ખાતર ને પાણીધનને લાવે તાણી.

ખાય ઇ ખમે.

ગૉળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો.

ગાજ્યાં મેઘ વરસે નહી ને ભસ્યાં કુતરાં કરડે નહી.

ગામ હોય ત્યાં ઉકરડો હોયજ.

ગામમાં પેસવાના ફાંફા અને પટેલને ઘેર ઊના પાણી.

ઘોડે સ્વારી કરતો બાપ મરજોપણ દળણા દળતી મા ન મરજો.

ઘેર ઘેર માટીના ચૂલા.

ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય.

ચોર ને કહે ચોરી કર અને ઘરધણીને કહે જાગતો રહેજે.

જાનમાં કોઇ જાણે નહીં ને વરની ફોઇ હું.

જીભને હોઠથી છેટુ.

જંગ જીત્યો રે મારો કાણીયોજબ બહુ ચલે તબ જાણીયો

જંપનો પૈસો ન હોવો.

જેવો દેશ તેવો વેશ.

જેવો સંગ તેવો રંગ.

જેની લાઠી એની ભેંસ.

જેવું વાવો તેવુ લણો.

જેવી દૃષ્ટી તેવી શૃષ્ટી.

ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.

ઝાઝા હાથ રળીયામણા.

ઝાઝા હાથ રળીયામણા અને ઝાઝા મોઢા અદીઠ.


જાણવાજેવું

~> ઉંદર ઊંટ કરતાં પણ વધું દિવસો સુંધી પાણી વગર ચલાવી શકે છે.
~> જંગલી પ્રાણીમાં ફક્ત હાથીને જ ઊંધે માથે ઊભા રહેવાની તાલીમ આપી શકાય છે.
~> ગોકળગાય બ્લેડ કે તલવારની ધાર પર ઇજા પામ્યા વગર ચાલી શકે છે !
~> એવરેસ્ટથી પણ ઊંચો ૧૦૦૪૩મી. પર્વત મોનોકોઆ 'સમુદ્રમાં આવેલો છે !
~> ફિલિપાઇન્સનિ બોયા ચકલી પોતાના માળામાં આગિયા મૂકે છેજેથી માળો રાત્રે ચમકે !
~> જન્મથી જ અંધ હોય તેને સ્વપ્નમાં દ્રશ્યોને બદલે અવાજ જ આવે છે !
~> દુનિયામાં સૌથી ઊંચું પ્રાણી જિરાફ છેજે ૧.૫મી ઊંચું હોઇ શકે !
~> તિબેટમાં મહેમાનોનું સ્વાગત જીભ બહાર કાઢીને કરવામાં આવે છે !
~> અરબી ભાષામાં ઊંટને માટે એક હજારથી પણ વધારે શબ્દો છે !
~> એક સાદી પેન્સિલથી ૬૦ કી.મી. લાંબી લીટી દોરી શકાય છે !
~> માણસની ખોપરીમાં ૨૨ હાડકાં છેએક જ જડબાનો સાંધો ચાલે છે ! તે ન ચાલે તો ન વાત કરી શકાયન છીંક કે બગાસું પણ ખાઇ શકાય !
~> આંખો ખુલ્લી રાખી તમે છીંક ન ખાઇ શકો !
~> માણસની આંખ ૧૭૦૦૦ જેટલા અલગ અલગ રંગોને ઓળખી શકે છે !
~> આપણે લગભગ દર છ સેકંડે આંખો પટપટાવીએ છીએ !
~> એલ્બેટ્રોસ નામનું પંખી એક પણ વખત પાંખો ફફડાવ્યા વિના
આખો દિવસ ઊડી શકે ! અને મર્મર (હમિંગ બર્ડ) એક મિનિટમાં ૪૦૦૦ વખત પાંખો ફફડાવે છે !
~> અંગ્રેજી ભાષામાં સૌથી વધુ વખત અને સૌથી ઓછી વખત વપરાય છે.
~> સૂર્ય પૃથ્વીથી ૩,૩૦,૦૦૦ ગણો ભારે છે.
~> રેશમનો કીડો ૫૬ દિવસમાં પોતાના વજન કરતાં ૩૬,૦૦૦ ગણું ખાઇ જાય છે.
~> કીડી પોતાના કરતાં ૫૦ ગણું વજન ઊંચકી શકે છે અને ૩૦૦ ગણું વજન ખેંચી શકે !
~> નેપોલીયન બિલાડીઓથી બહુ ડરતો !
~> સાપને કાન નથીઆંખો છેપરંતુ બે ફાંટાવાળી જીભ વડે જ આસપાસની વસ્તુની જાણકારી મેળવે છે. ચાવવાના દાંત નથીપણ શિકારીને પકડવાના દાંત હોય છે. 
~> લીમડાના એક વૃક્ષનું આયુષ્ય ૧૫૦ થી ૨૦૦ વર્ષનું ગણાય છે.
~> લીમડો ભારતમાં સર્વત્ર થાય છે. લીમડો ભારતમાં ૬૦૦૦ ફૂટ નીચાણવાળા પ્રદેશોમાં અને છેક ઉત્તરથી માંડી કન્યાકુમારી સુધી બધે થાય છે.
~> લીલું સોનું ગણાતા લીમડાના એક વૃક્ષમાંથી દર વર્ષે લગભગ ૩૦ થી ૫૦ કિલો ગ્રામ લીંબોળી પ્રાપ્ત થાય છે.
~> દુનિયામાં લીમડો આજે પશ્ચિમ આફ્રિકાઅમેરિકા,આરબદેશો અને ઑસ્ટ્રેલિયા દેશોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વવાય છે.
~> લીમડાના ઝાડ ઉપર તીડ કદી હુમલો કરીતેનો નાશ કરી શકતા નથી.




જોડકણાં

:~> જોડ જોડ જોડકણાં
બોલ બોલ બોલકણાં
બોલકણાંના રાતાં બી
જોડકણાં શીખવાં આવો જી.. . 

:~> વાઘ કેરી હું છું માસી
ઘરના ખુણે રહેતી બેસી,
ઉંદર જાય જો ઘરમાં પેસી
કરતી તેની ઐસી તૈસી બિલાડી

:~> કાળો છું રે કાળો છું
કા..... કા.... કરતો ઉડું છું,
એક આંખે કાણો છું
ને સફાઇનું કામ કરુ છું. કાગડો

:~> હૂપ....હૂપ... કરતો હું આવ્યો
ડાળીમકાન કૂદતો આવ્યો,
મગન કાકાનો રોટલો લાવ્યો,
એ તો મને જરી ના ભાવ્યો. વાંદરો

:~> મોતીયોડાગીયો મારુ નામ
રહેઠાણ મારુ આખું ગામ,
રક્ષણ કરવું મારુ કામ
તોય માંગું ના એકે દામ. કૂતરો

:~> હું તો કરતો ચૂં....ચૂં...ચૂં...
નામ છે મારુ શું...શું...શું...
ભાળી જાઉં મીની માસી
થઇ જાતો હું છું...છું...છું... ઉંદર

:~> પોચું પોચું ધોળું ધોળું
આમ દોડું તેમ દોડું,
જો કોઇને આવતાં ભાળું
ચાર પગે દોટ કાઢું સસલું

:~> આંખ છે પણ આંધળી છું,
પગ છે પણ લંગડી છું,
મોઢું છે પણ મૌન છું,
બોલોહું કોણ છું ? ~ ઢીંગલી

:~> ચાંપ દબાવો જગ ઢંઢોળે,
'ઉંદરસંગે બારીઓ ખોલે,
તમે ભલે માનો ન માનો,
આવ્યો છે એનો જ જમાનો. કમ્પ્યુટર

:~> કોલસે સળગતી એને દીઠી,
ચોમાસે લાગે તે મીઠી,
એની છે અનેરી વાત,
દેખાવે લાગે તે દાંત. મકાઇ

:~> નર બત્રીસ અને એક છે નારી,
જુઓ જગતમાં છે બધે સૌની પ્યારી,
કહો કરીએ મનમાં પુરો વિચાર,
મરે પહેલા નર અને જીવે નાર. જીભ

:~> હાથમાં એ તો લાગે નાનો,
પણ દુનિયાનો તે ખજાનો,
હોય પાસે તો વટ પડે,
વારંવાર 'હલોતે કહે. મોબાઇલ

:~> મારે ટોડલે બેસે છે,
ટેહુંક ટેહુંક કરતો ભાઇ,
ઠૂમક...ઠૂમક.કળા કરે,
કલગીવાળો એ છે ભાઇ. મોર

:~> કલબલ એ તો કરતી જાય,
ઠૂમકા મારે એ તો ભાઇ,
ચાલે એ તો ધીમી ચાલ,
નાના પરીવારની એ જાત. કાબર

:~> રંગે એ તો કાળી છે,
બોલી સુમધુર એની ભાઇ,
કાગડાની તો દુશ્મન એ,
કુઉ..કુઉ..બોલે એ તો ભાઇ. કોયલ

:~> એક પગે રામનામ જપે,
જગ એને ઠગ ભગત કહે,
નદી સરોવરે માછલી પકડે,
રંગે ધોળા એ છે ભાઇ. બગલો

:~> ભલું ને એ છે ભોળું,
શાંતિદુત બનતું એ તો ભાઇ,
ઘૂ.....ઘૂ....ઘૂ....કરતું એ,
સંદેશા વાહક બનતુ એ તો. કબૂતર

:~> લુચ્ચો ને છે કાળો,
કા...કા... બોલીવાળો,
એંઠવાડ એ તો સાફ કરે,
શ્રાદ્ધમાં એ હર ઘરે ફરે. કાગડો

:~> પરોઢિયે એ તો બોલે છે,
સર્વેની નિદ્રા ભગાડે ભાઇ,
માથે એને કલગી સુંદર,
કૂકડે કૂક એ બોલતો ભાઇ. કૂકડો

:~> ગળે કાંઠલો કાળો છે,
બહું રંગે એ લીલો છે ભાઇ,
લાલ ચાંચવાળો છે,
મરચાં એ બહું ખાય છે ભાઇ. પોપટ

:~> ટહુકતી એ આંબા ડાળે,
બચ્ચાં ઉછેરતી કાગના માળે,
કાળા રંગે બહું કામણગારી,
મીઠાં ગીત ગાતી અલગારી. કોયલ

:~> એક ગોળી એવી,
જે પોચી પોચી,
પટ વેલા ઉપર થાય.
જેને લોકો ઝટપટ ખાય. દ્રાક્ષ

:~> મારી ગલીનો હું રાજા છું,
મારા માલિકને વફાદાર છું,
ઉપકાર એમના પૂરા કરવા,
આખી રાત હું જાગું છું. કૂતરો

:~> ઉંદર મારો છે શિકાર,
વાઘ તણી છું માસી,
કૂતરો મારો છે દુશ્મન
જોઇ જાઉ તેનેતો જાઉં નાસી. બિલાડી

:~> મારા પેટમાં એવી લાળ,
નીકળે એમાંથી લાંબા તાર,
લાળ કેરા તાંતણીયે,
બનાવું એવી જાળ,
મચ્છરમાખી ને ફૂંદી જાય એમાં ફસાઇ. કરોળિયો

:~> ઘરની દીવાલોમાં રહું છુ,
જ્યાં જ્યાં દેખાય લાઇટ,
ત્યાં ત્યાં દોડી જાઉં છું,
લાઇટ કેરા અજવાળે આવતાં,
જીવડાંઓ હું ખાઉં છું. ગરોળી

:~> લાંબી હોય ને ગોળ પણ હોય,
કાળું અને લીલું પણ હોય,
ભડકામાં ભરીને ખવાય,
બોલો એને શું કહેવાય ? ~ રીંગણ

:~> લીલાં રંગે જન્મ લીધો,
લાલ થયું ને વૃધ્ધ કીધો,
મોંમાં મૂકતાં પાણી બકતો,
છતાં મારા વગર રહી ન શકતો. મરચું

:~> ડોક વાંકી ને રાતી ચાંચ,
એક પગે ઊભો ધરે ધ્યાન,
રંગ ભલેને હોય ધોળો,
કરતો એ કાળાં કામ. બગલો

:~> કાળો છે પણ ચોટલો નહી,
લાંબો છે પણ લાકડી નહી,
વગર પગે દોડી જાય,
જોઇ માણસ ડરી જાય. સાપ

:~> ઝીણી ઝીણી જંતુ એ,
દરમાં રેતી સાથે રહેતી ભાઇ,
દાણા નાના લઇને એ,
બાળ બચ્ચાં સાથે ખાતી ભાઇ. કીડી

:~> કઠણ ને પથરાળો છે,
ગોળ ગોળ પીઠવાળો ભાઇ,
શરીર આખુંયે સંકોચે છે,
પાણીમાં રહેનારો ભાઇ. કાચબો

:~> મૂંછો જેની વાંકી છે,
પૂંછડી વાંકી વાળો ભાઇ,
ડંખે એ તો ઝેરીલો છે,
દબાઇ જાય તો ડંખ મારતો ભાઇ. વીંછીં

:~> કાળોતરો ને વળી લાંબો છે,
શત્રુ દેખી ફૂંફાડો મારતો ભાઇ,
દૂધ એ પીનારો છે,
ઊંચી ફેણવાળો ભાઇ નાગ

:~> પાણી એનું ઘર ગણાય,
તાવનું જે મૂળ છે ભાઇ,
નાના મોંથી ડંખ મારે,
લોહી એ તો ચૂસતું ભાઇ. મચ્છર

:~> ચોરની જે દાસી,
જ્યાં નાખે ત્યાં ચોટતી ભાઇ,
છે જંગલની રહેવાસી,
લાંબી જીભવાળી ભાઇ. ચંદન ઘો

:~> પાણીમાં રહેનારો છું,
બહું લાંબી પૂંછવાળો ભાઇ,
કિનારે પડી રહેનારો છે,
રાક્ષસી દાંતવાળો ભાઇ. મગર

:~> બહુરંગી એ તો છે,
ફરરર ઉડતું એ તો ભાઇ,
ખીલેલું ફૂલ ચૂસે છે,
કળીએ કળીએ ઘૂમતું ભાઇ. પતંગિયું

:~> ગુન ગુન એ તો કરતો,
કાળોને વળી નાનો ભાઇ,
હર ફૂલો મહી ગુંજતો,
ભારે એ ડંખીલો ભાઇ. ભમરો

:~> નાચણ સુંદર નાચતી
પીછાંનો પંખો બનાવતી
પંખાથી એ સુંદર લાગે
નાચ નાચતી ઝટ ભાગે.~> ચકલી
:~> ડાળ કોતરે થડ કોતરે
પતરંગો એમાં ઘર કરે
ઘરમાં પ્રવેશતો શાનથી
ખુશી થાય એની કમાલથી.~> લક્કડખોદ
:~> હું તો બેઠી આંબા ડાળ
કૂઉ કૂઉ કરું આખો દિવસ
કાળો કાળો મારો છે રંગ
સહુને સાંભળવો ગમે મારો કંઠ.~> કોયલ

:~> મરચાં મને બહું ભાવે
લોકો મને પાળવા ઘેર લાવે
સાંભળેલ શબ્દો બોલુ ઝટ
નામ છે મારુ..... . . . . .~> પોપટ
:~> તરતું હું સરરર... . .તળાવે
માછલી મને બહું જ ભાવે
ન ચૂકું હું માછલી પકડવાની તક
ન ઓળખ્યા હું છું.... . . .~> બતક
:~> કાળો કાળો છે મારો રંગ
ગંદવાડનો ગમે મને સંગ
કા. . કા. . હુંતો બોલુ ભાઇ
હું કરું પર્યાવરણની સફાઇ.~> કાગડો
:~> ઇનામ છે અમને કુદરતનું
શાંતિદૂત નામ લેવાય અમ જાતનું
પહેલાં અમે સંદેશાવાહક કહેવાતાં
શું.. . નામે અમે ઓળખાતાં ?~> કબૂતર

:~> તા થૈ.... તા થૈ.... અમે નાચીએ
વર્ષાને આભેથી બોલાવીએ
પીંછાં સુંદર ફેલાવી કરીએ કલા
અમને તો જોતા રહે ભલભલા.~> મોર
:~> લાગે માળો મુજનો સુંદર
જાણે બનાવ્યું લટકતું દર
વખાણે સૌ મુજની કારીગરી
ન ઓળખ્યા હું છું . . .~> સુગરી 
:~> ચાંચ ચણ રાખી
મોં માં ચણ નાખી
ચકલી રાજી થાતી
ચીં ચીં ગાણું ગાતી.~> ચકલી